ન્યૂયોર્કના ક્વીન્સમાં બુધવારે રાત્રે એક નાઈટ ક્લબની બહાર થયેલા ધડાધડ ફાયરિંગમાં ઓછામાં ઓછા 10 લોકો ઘાયલ થયા હતાં. ફાયરિંગની ઘટના જમૈકાના અમાઝુરા નાઈટક્લબ પાસે રાત્રે 11:20 વાગ્યે બની હતી. ઘટના બની ત્યારે નાઈટક્લબની બહાર લગભગ 80 લોકો અંદર જવાની રાહ જોઈ રહ્યા હતાં.
ન્યૂ યોર્ક પોલીસ વિભાગ (NYPD) અનુસાર પીડિતોમાંથી કોઈની હાલત ગંભીર નથી અને તમામ બચી જવાની અપેક્ષા છે. એમેઝુરા ક્લબમાં નિયમિતપણે ડીજે અને લાઇવ પર્ફોર્મન્સનું આયોજન થતું હોય છે. આ ક્લબમાં એક જાણીતી ગેંગના સભ્યના માનમાં એક ખાનગી પાર્ટીનું આયોજન થયું હોવાનો માનવામાં આવે છે.
Comments on “ન્યૂયોર્કની નાઇટક્લબની બહાર ધડાધડ ફાયરિંગમાં 10 ઘાયલ”